Wednesday, January 6, 2010

ઈંતજાર

એક નજર તમને જોયા અને કંઈક અહેસાસ થઈ ગયો,
જાણે વર્ષો જૂનો સંબંધ ફરી તાજો થઈ ગયો,
હૃદયમાં ઉર્મિનો એક વંટોળ ઉઠ્યો,
ભવોભવનો પ્રણય જાણે ફરીથી ઉઠ્યો,
એક વખત તમને શું જોયા અને ફરી જોવા બેચેન થઈ ગયો,
ફરી ફરીને તમારા દિદાર માટે વ્યાકુળ થઈ ગયો,
દરેક પળ મારી વીતે છે તમારી જ યાદમાં,
ફરી ક્યારે મળશો? એ જ પ્રશ્ન આવે છે મનમાં,
ચિત્ત મારૂં ચોંટતું નથી કોઈ કામમાં,
ખબર નથી કે હું છું કઈ આલમમાં,
સઘળું હોવા છતાં અનુભવું છું ખૂદને હું વેરાનમાં,
જાણે ચોતરફની શાંતિ વચ્ચે હોય લાશ સ્મશાનમાં,
ફરી જલ્દી મળશો એ જ આશા છે દિલમાં,
આવશો તમે ને સ્થપાશે ઉપવન મારા જીવનમાં,
ખીલી ઉઠ્યું છે મન મારૂં તમારા આગમનની જાણમાં,
અનિમેષ નયને બેઠો છે આશિષ તમારા ઈંતજારમાં.

કવિઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ