Saturday, December 25, 2021

મારી કેસ ડાયરી: કવિશ–મેઘાવી

પ્રિય વાંચકમિત્રો,

“ચિંતન, આજે સાંજે થોડો વહેલો આવી જજે. કામ છે.” અજયભાઈએ ચિંતનને ફોન પર સુચના આપી અને ચિંતન એમની સુચનાને અનુસરીને સાંજે લગભગ ૪.૩૦ વાગે અજયભાઈની ચેમ્બરમાં એમની સામે બેઠો હતો. રૂટીન કામમાંથી ફ્રી થઇ રામજીને ઇન્ટરકોમ પર ચાર કોફી કોન્ફરન્સ રૂમ માં લાવવાનું સુચના આપી અને પંકિતને પણ કોન્ફરન્સ રૂમમાં આવવા જણાવ્યું. થોડી જ વારમાં અજયભાઈ, અભિજાત, ચિંતન અને પંક્તિ કોન્ફરન્સ રૂમમાં બેઠા હતા અને ગરમા ગરમ કોફીની સુંગધ વાતાવરણમાં ફેલાઈ રહી હતી.

કોફીનો એક સીપ લીધા બાદ અજયભાઈએ કહ્યું, “ચિંતન, તું અને પંક્તિ જોડે નીકળો અને ત્રણ વર્ષની આસપાસની બેબી માટે કોઈ સરસ એવી ગીફ્ટ લઇ આવો, જે એના અને એના પરિવારના કામમાં આવે. બજેટ ત્રણ હજાર સુધી કોઈ વાંધો નથી અને સાત વાગ્યા સુધીમાં પરત આવી જાવ પછી આપણે બધા જોડે જ જઈશું.” આટલી સુચના આપી અજયભાઈએ અભિજાતની સામે જોયું અને અભિજાતે ત્રણ હજાર પુરા ચિંતનના હાથમાં આપ્યા. કોફી પૂરી કરી સમય બગડ્યા વગર ચિંતન અને પંક્તિ બંને વિદાય થયા.

સાંજે લગભગ સાત વાગ્યાના સુમારે અજયભાઈની ગાડીમાં અજયભાઈ, અભિજાત, ચિંતન અને પંક્તિ શહેરના એક મધ્યમ વર્ગીય વિસ્તાર તરફ જઈ રહ્યા હતાં. આજે ગાડી અભિજાત ચલાવી રહ્યો હતો. અજયભાઈએ ગૂગલ મેપમાં એક સરનામું એન્ટર કર્યું અને એ મુજબ ગાડી એની નિર્ધારિત દિશામાં આગળ વધી રહી હતી. આશરે ૨૦ મિનીટની સફર બાદ શહેરના એક નિમ્ન મધ્યમ વિસ્તારના એક જૂના પુરાણા બાંધકામવાળી સોસાયટીની પાસે આવીને ગાડી ઉભી રહી અને અજયભાઈએ એક ફોન કર્યો અને થોડી જ વારમાં એક આશરે 28 થી ૩૦ વર્ષની વયનો યુવાન આવીને ગાડી પાસે ઉભો રહ્યો. અજયભાઈને અને પુરા સ્ટાફને ખુબ જ દિલથી આવકાર્યા. એ યુવાનની સાથે જ અજયભાઈ પુરા સ્ટાફ સાથે એની પાછળ પાછળ એક નાના પણ સુઘડ અને વ્યવસ્થિત ગોઠવેલ મકાનમાં દાખલ થયા.

“આવો સાહેબ, આ મારા મમ્મી, આ પપ્પા, આ મારી પત્ની મેઘાવી અને આ અમારી લાડકી દીકરી, પરી.” પોતાના સમગ્ર પરિવારનો ટૂંકમાં પરિચય આપ્યો. અજયભાઈએ પરીને એના જન્મદિવસની શુભકામના પાઠવી અને એના માટેની ગીફ્ટ એને આપી. માત્ર ચાને ન્યાય આપી અજયભાઈએ એમના સ્ટાફ સાથે વિદાય લીધી.

ગાડી પરત ઓફીસ તરફ ગતિ કરી રહી હતી અને અજયભાઈએ વાત શરૂ કરી. આપણે જેના ત્યાં જઈને આવ્યા એનું નામ કવિશ છે. મધ્યમ વર્ગીય પરિવારનો યુવાન. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરે છે અને મને અમારા સમાજના એક જાહેર કાર્યક્રમમાં મળ્યો હતો. ખુબ જ ઉત્સાહી, એ દિવસે ઓછા સમયમાં ઘણી વાતો અમે કરી. એની એક ખાસ વાત મને ગમી ગઈ. એણે મને જણાવ્યું કે, “સાહેબ, મારો પહેલેથી જ નિર્ણય હતો કે હું લગ્ન કરીશ તો અનાથ કન્યા સાથે જ. કોઈ બાળક અનાથ તરીકે ઉછરે એમાં એ બાળકનો શું વાંક? વાંક તો સમાજનો જ ને કે જેની કેટલીક માન્યતા અગર તો સમાજના કેટલાક પશુવૃત્તિવાળા પુરુષોના કારણે સ્ત્રીએ પોતાના કાળજાના કટકાને ત્યજી દેવો પડે. તો આવા બાળકને સમાજમાં પરત લાવવા એમને સ્વીકારવા પડે અને આ કામ સમાજે જ કરવું પડે. મારા આ નિર્ણય અંગે મમ્મી-પપ્પાનો શરૂઆતમાં વિરોધ હતો. પણ હું મક્કમ રહ્યો. અલગ-અલગ અનાથ આશ્રમમાં તપાસ કરી અને મેઘાવી સાથે પરિચય થયો. બસ, એને મળ્યો અને લાગ્યું કે મારી તપાસ પૂર્ણ થઇ. પરિવારના સભ્યોને સમજાવી અમે સાદાઈથી લગ્ન કર્યા. થોડા જ સમયમાં મેઘાવીના વર્તન અને વ્યવહારથી મારા મમ્મી-પપ્પાનો એના પ્રત્યેનો અણગમો દૂર થઇ ગયો.”

બીજી પણ થોડી વાતો નીકળી. એણે જણાવ્યું કે, આજે એની દીકરી પરીનો ત્રીજો જન્મદિવસ છે. મને એને ઘરે આવવા ખુબ આગ્રહ કર્યો અને બીજી વાત એ જે ઇવેન્ટ કંપનીમાં કામ કરે છે એ કંપનીનો માલિક મારો મિત્ર, મેં કવિશની વાત એને કરી તો એણે મને કહ્યું, “અજયભાઈ, તમે એના ઘરે જઈ આવો, એ જ્યાં સુધી કંપનીમાં કામ કરશે ત્યાં સુધી એની દીકરી પરીનો અભ્યાસનો તમામ ખર્ચ ઇવેન્ટ કંપની ઉપાડશે.”

આવી ઘટનાઓથી માનવું પડે કે માણસોમાં હજુ માણસાઈ જીવી રહી છે.

ઓફીસ આવી જતા અજયભાઈ એ ગાડી ઉભી રાખી કહ્યું, “ચાલો, ઓફીસ આવી ગઈ. કાલે મળીએ. આવજો.”

“સાહેબ, ક્યારેક નાના ગણાતા માણસો પણ મોટા કામ કરી જાય છે. સલામ છે કવિશ અને એના જેવી સકારાત્મક વિચારધારા ધરાવતા વ્યક્તિઓને.”

 

આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી: કવિશ–મેઘાવી    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, December 18, 2021

અવિનાશ, આકાશ અને સુજય

"સુજલા, જલ્દી અમદાવાદ આવવા નિકળ. અવલો આપણને છોડીને ચાલ્યો ગયો છે."

સવારના પાંચ વાગ્યા હતા. વડોદરા શહેર હજુ પરેપુરૂં જાગ્રત થયું નહોતું. મોર્નિંગ વોક કરવાવાળા, લાફિંગ ક્લબ જનારા, દૂધવાળા અને છાપાવાળા ફેરિયાઓ સિવાયના નગરજનો પરોઢની મીઠી નીંદર માણી રહેલ હતા. એવા સમયે હરણી રોડ પરની એક સોસાયટીમાં મોબાઈલ રણકી ઉઠ્યો. અડધી આંખે કાંટાળા સાથે સુજય જોશીએ ફોન કરનારનું નામ જોયું. નામ વાંચ્યું "આકાશ". ફોન રિસીવ કર્યો અને સામેથી કોઈ પણ પ્રકારની ફોર્માલિટી વગર જાણે સીધો જ આદેશ આવ્યો.

"સુજલા, જલ્દી અમદાવાદ આવવા નિકળ. અવલો આપણને છોડીને ચાલ્યો ગયો છે."

"વ્હોટ? આકલા સવાર સવારમાં આવી મજાક શું કરે છે?"

" બે, ### હું મજાક નથી કરતો, બને એટલો જલ્દી આવવા નિકળ."

ફોન કટ થઇ ગયો અને સુજય જોશીની આંખોમાંથી ઊંઘ ગાયબ થઇ ગઈ. બાજુમાં સુતેલી પોતાની પત્ની સરલને ઉઠાડી ટૂંકમાં કહ્યું, "હું અમદાવાદ જઉં છું. અવિનાશ આપણને છોડીને ચાલ્યો ગયો."

સુજય જોશી વડોદરાની એક ખાનગી બેંકમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. હજુ ગયા અઠવાડિયે જ વડોદરાની દાદા-કાકાની વાડીમાં પોતાની એકની એક દીકરીના લગ્નનો અવસર પૂર્ણ કર્યો હતો. લગ્નના બીજા દિવસે સાંજે કોલેજ જીવનના અંગત મિત્રો સુજય જોશી, રાકેશ ભટ્ટ, અવિનાશ જાની, આકાશ પટેલ અને હેમંત મેહતા વાતો કરતા બેઠા હતા. ઉંમરની દ્રષ્ટિએ બધા પંચાવન પાર કરી ચૂકેલ હતા પણ વાતો જાણે કે કોલેજના લબરમૂછિયા છોકરાઓ બેઠા હોય એ રીતે થતી હતી. સુજલા, રાકલા, અવલા, આકલા અને હેમલાનું જ સંબોધન થતું હતું. નામની પાછળ "ભાઈ" તો દૂર પૂરું નામ લઈને પણ કોઈ કોઈને બોલાવતું ન હતું અને કોઈને એ વાતનું ખોટું પણ લાગતું ન હતું.

સુજય જોશીએ ફટાફટ પ્રાથિમિક ક્રિયાઓ પતાવી, ઓફિસમાં રજાનો મેઈલ કરી, અમદાવાદ તરફ ગાડી હંકારી. એક્સપ્રેસ હાઇવે પર ગાડી આગળ વધી રહી હતી અને સુજય જોશી પોતાની કોલેજ લાઈફમાં જઈ ચડ્યા.

અમદાવાદના હાર્દ સમા લાલદરવાજા વિસ્તારમાં આવેલી કોલેજ. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં કોમર્સના વર્ગો ચાલતા હતા. કોલેજનો પહેલો દિવસ અને એ દિવસે જ મુલાકાત થઇ આકાશ પટેલ અને અવિનાશ જાની સાથે. એ દિવસે સુજય જોશી, અવિનાશ જાની અને આકાશ પટેલે ભેગા થઇ કોલેજની બહાર કિટલીએ પહેલી વખત ચા પાર્ટી થઇ અને એક મિત્રતાનો નાતો બંધાઈ ગયો. એ પછી અવિનાશના બીજા બે મિત્રો રાકેશ ભટ્ટ અને હેમંત મેહતાનો પરિચય સુજય જોશી અને આકાશ પટેલ સાથે થયો. સમય પસાર થતો ગયો અને પાંચે મિત્રો વચ્ચે મિત્રતાનો રંગ ગાઢ થતો ગયો. કોલેજ પૂરી થઇ અને સૌ પોતપોતાના જીવનમાં ગોઠવાઈ ગયા. સૌથી પહેલા અવિનાશના લગ્ન થયા, પણ એ લગ્નજીવન લાબું ન ટક્યું.

નડિયાદનો એક્ઝિસ્ટ ક્રોસ કરીને ગાડી અમદાવાદ તરફ આગળ વધી અને સુજય એના ફ્લેશબેકમાં આગળ વધ્યો. અવિનાશે એના દરેક મિત્રોના લગ્નને મનભરીને માણ્યા હતા. માત્ર લગ્ન જ નહીં મિત્રોના ઘરના તમામ સારા-નરસા પ્રસંગોમાં અવિનાશ હાજર હોય જ અને જાણે પોતાના ઘરનો અવસર હોય એ રીતે કામમાં લાગેલો હોય. આંતરિક રીતે એકલવાયું જીવન જીવતા અવિનાશની વાતો એના તમામ મિત્રો આદર સહિત ધ્યાનથી સાંભળતા. અવિનાશ અને આકાશે ભાગીદારીમાં ધંધો શરુ કર્યો અને એમાં સફળ પણ થયા. એ જ રીતે રાકેશ અને હેમંતે પણ ભાગીદારીમાં ધાંધો શરૂ કર્યો હતો અને એમની લાઈફ પણ સેટ થઇ ગઈ હતી. અવિનાશ સિવાય દરેકના સંસાર માળાના બગીચામાં બાળકોના પુષ્પો ખીલ્યા. સુજય જોશી નોકરીને કારણે વડોદરા સેટ થયા અને બાકીના ચાર મિત્રો અમદાવાદમાં.

એક્સપ્રેસ હાઇવે પૂરો થયો અને સુજયે એની ગાડી નવરંગપુરા તરફ વાળી. અમદાવાદ જે ક્યારેય સૂતું નથી, અનેક વખત તૂટેલું અને ફરીથી પહેલા કરતાં પણ વધુ સારી રીતે વસેલું શહેર. સવારના સાડા સાત-આઠનો સમય હશે. ટ્રાફિક સામાન્ય હતો, પણ ખોટી ઉતાવળ કરાય એમ ન હતું. નવરંગપુરાના એક એપાર્ટમેન્ટ પાસે સુજયે ગાડી થોભાવી. અવિનાશના કુટુંબીઓ, મિત્રોની ભીડ જામેલી હતી. રાકેશ ભટ્ટ, આકાશ પટેલ અને હેમંત મેહતા ત્યાં જ હતા. ક્યારેય કોઈએ વિચાર્યું ન હતું કે અવિનાશ આટલી જલ્દી ચાલ્યો જશે. ધીમા પગલે સુજય અવિનાશના ફ્લેટમાં દાખલ થયા. ડ્રોઈંગ રૂમમાં નીચે ફર્શ પર અવિનાશનો પાર્થીવ દેહ મુકેલ હતો. એ જ શાંત ચહેરો. એવુ લાગતું હતું કે જાણે એ શાંતિથી સૂતો જ છે. સજળ આંખે અવિનાશના પાર્થીવ દેહને નિહાળી એને પુષ્પાંજલિ અર્પી પ્રદક્ષિણા કરી બહાર આવ્યા. આકાશે ધીમેથી કીધું, "એટેક આવ્યો. ગઈકાલ રાત્રે હું અને અવલો લગભગ અગિયાર વાગે છુટા પડ્યા હતા. ત્યાં સુધી બધું બરાબર હતું. આજે સવારે વહેલા મારે અને અવલાને બહાર જવાનું હતું. એના ઘરની એક ચાવી કાયમ મારી પાસે રહેતી. સવારે 4.00 વાગે હું એના ઘરે આવ્યો બેલ મારી પણ કોઈ જવાબ ના આવ્યો એટલે મને લાગ્યું કે એ પૂજા કરવા બેઠો હશે એટલે મેં ચાવીથી દરવાજો ખોલ્યો. લાઈટ બંધ હતી એટલે એવું લાગ્યું કે કદાચ હજુ ઉઠ્યો નહિ હોય. એના રૂમમાં જઈને એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ ચાલી ગયો હતો." મેં ડોક્ટરને બોલાવી કનફર્મ કરી એના પરિવારને અને બીજા બધાને જાણ કરી.

સમય થતા અંતિમયાત્રા શરૂ થઇ અને અવિનાશને એના ચારેય અંગત મિત્રોએ કાંધ આપી. અવિનાશનો પાર્થીવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. ચારેય મિત્રો અવિનાશને યાદ કરી રડી રહ્યા હતા. થોડાક સ્વસ્થ થયા પછી અવિનાશને યાદ કરીને સ્મશાનની બહાર અવિનાશની યાદો તાજી કરી.

"અવલો સાચું જ કહેતો હતો" આકાશ બોલ્યો. એ કાયમ કેહતો હતો કે, "ઉડાવો જેટલી મજાક ઉડાવવી હોય એટલી. પણ યાદ રાખો, તમે બધા એક દિવસ રડશો જયારે હું ઓચિંતો જતો રહીશ. હું સૌથી પહેલો જઈશ." અને આપણે કાયમ એની વાતને મજાકમાં લેતા હતા. સુજયે એની દીકરીના લગ્નના બીજા દિવસની સાંજ યાદ કરી, "એ સાંજે જ અવલો કહેતો હતો, સુજલા આપણા બધામાં તારે જ એક દીકરી છે, એના લગ્ન થઇ ગયા હવે હું ફ્રી. બસ જીવનમાં હવે કંઈ બાકી નથી. આપણે ભેગી પીધેલી આજની આ ચા છેલ્લી ચા છે." યાદ છે, અને આપણે બધા એની એ વાત પર હસતા હતા અને એને ગાળો આપીને કીધું હતું બેસ છાનોમાનો."

"હા, પણ આપણને શું ખબર એ સાચું કહી રહ્યો છે."

રાકેશ અને હેમંતના ગયા પછી સુજયે આકાશને પૂછ્યું, "અવનીબેનને જાણ કરી?"

"હા, મેસેજ કર્યો હતો. અવલાની ઈચ્છા મુજબ આ મકાન એને આપી દેવાનું છે. અવલો વીલ કરીને ગયો છે અને એ વીલ મારી પાસે છે."

"કેવું કહેવાય નહીં !?! અવલો આખી જિંદગી એના પરિવાર અને મિત્રો માટે જીવ્યો. એના દોસ્તારો અને પરિવારને એ બહુ જ ચાહતો હતો. પણ સહુથી વધુ એ એની માનેલી બહેન અને એના બાળપણની દોસ્ત અવનીને ચાહતો હતો. અવલાની ઈચ્છા હતી કે એની બહેનનું અમદાવાદમાં મકાન થાય અને અવનિબેનના પરિવારવાળા સૌથી વધુ નફરત અવલાને કરતા હતા."

"હમ્મ, તું ફ્રી હોય તો સાંજે અવનિબેનના ઘરે જોડે જઈએ."

"હા, જરૂર"

"ખરેખર, અવિનાશ જિંદગી જીવી ગયો. મિત્રો માટે, પરિવાર માટે, એની માનેલી બહેન માટે. આવો માણસ ફરી નહીં આવે. એનું અંગત દુઃખ માત્ર એના પૂરતું જ રાખીને એ બધાને હસાવી ગયો અને કોઈને પણ હેરાન કર્યા વગર ચુપચાપ ચાલ્યો ગયો."

બરાબર એ જ સમયે સુજયની ગાડીમાં ફિલ્મ શોલેનું ગીત ગુંજી ઉઠ્યું, "તુને યે ક્યા કિયા, બેવફા દોસ્ત મેરે તોડી દોસ્તી...."

અવિનાશ-અવલાની યાદ આવી જતા ફરી સુજય અને આકાશની આંખોમાં આંસુ આવી ગયા...... 


આશિષ એ. મહેતા


Creative Commons License



અવિનાશ, આકાશ અને સુજય    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, December 4, 2021

શેરો શાયરી - 04-12-2021


દિલ કે દર્દ કો દિમાગ સે ના પરખો,

ઘાવ ગહેરે હે યું ઉપરસે ના પરખો,
અલ્ફાઝ નહિ હે બયાં કારનેકો,
હાલ એ દિલ કો મુસ્કુરાહટોંસે ના પરખો


************************************************************


દિલ કે જઝબાત લફઝોમે બયાં નહિ હોતે,
લાખ જતાના ચાહે પર અલ્ફાઝ જુબાં તક નહિ આતે,
હાલ એ દિલ મોહતાઝ નહિ હોતા લફઝોકા,
નજર એ દોસ્ત કાફી હે હાલ એ દિલ જાનને કે લિયે  .


************************************************************


દુઆને દવાસે બહેતર કામ કર દિયા,
કુછ જ્યાદા પઢે  લોગોને કહા, "હકીમને કમાલ કર દિયા."


************************************************************


વો જમાનેકો  ગુજરે જમાના હો ગયા,
કલકા  અખબાર આજ પુરાના  હો ગયા,
આપને દિલ સે યાદ કિયા શુક્રિયા આપકા,
આપકી યાદ હમારા નજરાના હો ગયા.


************************************************************


બયાં કરનેકો, કલકી મુલાકાત અલ્ફાઝ નહિ મિલતે,
અભીભી મહસૂસ કર રહા હું તેરી ગર્મ સાંસો કો,
સોચ રહા હું યે  મોકા ફિર જલ્દી મિલે  ....


************************************************************

એહસાસ સિનેમે અબભી બરકરાર હે,
એસા લગતા હે તું યહી કહીં આસપાસ હે,
મેહસૂસ કર રહા હું તેરી ગર્મ સાંસે
તેરી આગોશ કા અસર અબભી બરકરાર હે.


************************************************************

ખુદ કો ના પરખ તું અપને નજરીયે સે,
જમાના બેઠા હે નાપને કે લિયે,
કિસીકે લિયે અચ્છા તો કિસીકે લિયે બુરા હે તું,
પર યકીન કર તું ઉસ ખુદાકા બનાયા નાયબ નગીના હૈ  તું.


************************************************************


ચહેરે કી મુસ્કુરાહટ કે પીછે કે ગમ જાન લે,
આંખોકે કોને નર્મ હોને કી વજહ જાન લે,
દિલ કે દર્દકો બીના બોલે જાન લે,
સચ્ચા દોસ્ત વહી જો દોસ્ત કી હર ખામોશી જાન લે.


************************************************************


તેરે સીનેસે લિપટકર ફિર સોના ચાહતા હું,
માં મેં ફિરસે બચ્ચા બનના ચાહતા હું.