Saturday, October 24, 2009

આંખ આપો તો ટૂચકા વંચાવું - GUJARATI JOKES 2

 • એક ભાઈની પત્ની ખોવાઈ ગઈ તેથી તે ભગવાન રામને પ્રાર્થના કરતો હતો. ભગવાન રામે દર્શન આપી કહ્યું, "બાજુમાં હનુમાનજીનું મંદિર છે ત્યાં જા, મારી પત્ની ખોવાઈ ત્યારે હનુમાનજીએ જ તેને શોધી હતી." • ટીચર બાપુનેઃ ધારો કે તમારા પેન્ટના ડાબા ખીસામાં હજાર રૂપિયા છે અને જમણા ખીસામાં પાંચસો રૂપિયા છે, તો તમે શું વિચારો?

  બાપુઃ હું એજ વિચારૂં કે માળું આ પેન્ટ કોનું છે??? • પોલીસ બાપુને-બગીચામાં આ રીતે બેઠા છો, એટલું તો વિચારો બાળકો પર શું અસર પડશે?

  બાપુ-અમે પરણીત છીએ.

  પોલીસ-તો ઘરે બેસોને..

  બાપુ-ઘરે બેસીએ તો આના પતિ પર શું અસર પડશે? • ભક્ત-મારા ઘરેથી USA સુધીનો રોડ બનાવો.
  પ્રભુ-મુશ્કેલી વાળું કામ છે, કંઈક બીજું કહે.
  ભક્ત-તો મારી પત્નીને આજ્ઞાંકિત અને સમજદાર બનાવી દો.
  પ્રભુ-ભાઈ, રોડ સીંગલ બનાવવો છે કે ડબલ?? • પતિ-પત્નીમાં ઝગડો થયો. પતિ ઘરેથી બહાર જતો રહ્યો અને રાત્રે ફોન કર્યો અને પત્નીને પુછ્યું-આજ જમવામાં શું બનાવ્યું છે?

  પત્ની (ગુસ્સામાં)-ઝેર

  પતિ-મારે આવતાં મોડું થશે, તું જમીને સુઈ જજે.

Wednesday, October 21, 2009

ભટક્યા બહુ શોધવા અમે ખુશીને ગામે ગામે

ભટક્યા બહુ શોધવા અમે ખુશીને ગામે ગામે;
પડ્યા ભૂલા ને પહોંચી ગયા, ગમોને સરનામે,

ડર નથી હવે અમને સમયના વહી જવાનો;
પી લીધો છે અમે એને, ભરીને જિંદગીના નામે,

જો આવે તો હળવે પગલે આવજે જિંદગી આંગણે;
નાજુક છોડ ઉર્મિના, અમે વાવ્યા છે ક્યારે ક્યારે,

અસ્તિત્વનું પુસ્તક 'રાહે'નું ઊંધું છે એ રીતે;
જવાબ મોત જિંદગીનો, આપ્યો છે પહેલા પાને.

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Monday, October 19, 2009

HAPPY DIWALI & HAPPY PROSPOROUS NEW YEAR

www.gujjustuff.com

is wishing 

HAPPY DIWALI

&

HAPPY PROSPOROUS NEW YEAR

to our precious readers

and

their family members.ગુજ્જુસ્ટફ.કોમ તેમના વાંચકો અને તેમના કુટુંબીજનોને દિવાળી તથા નવ વર્ષની શુભકામનાઓ પાઠવે છે.

Wednesday, October 14, 2009

'રાહે' કો હર મોડ પર દુનિયા મિલી હૈ

'રાહે' કો હર મોડ પર દુનિયા મિલી હૈ,
મગર હર મોડ પે હમ ઉદાસ રહેતે હૈ,
સબકી ઉલજને સલજાતે હૈ હમ,
મગર હરપલ ખુદ ઉલજતે રહેતે હૈ હમ.

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, October 10, 2009

મારા પ્રશ્નોનો ક્યાં અંત થયો છે?

મારા પ્રશ્નોનો ક્યાં અંત થયો છે?
અને જવાબની હજી તો તારી શરૂઆત છે!

માન્યું કે પ્રેમ અદૅશ્ય હોય છે;
ને કવિતા એની રજૂઆત હોય છે,

તારી 'હા' નથી ને તું 'ના' પણ ક્યાં પાડે છે?
આખરે આ કયા વેરની વસૂલાત વાળે છે?

તું મૌન થઈને બેઠી છે;
લાગે છે, આ જ પ્રેમની કબૂલાત છે,

તારે માટે તો હું 'ભૂતકાળ' છું;
ક્યાંથી સમજાઉં? મારે મન હજી પણ તું 'વર્તમાન' છે!

ઘણે દૂર નીકળી ગઈ છે, ખબર નથી ક્યાં?
ક્યારેક મળશે તો ચોક્કસ કહેશે, અરે 'રાહે' હજી તું ત્યાંનો ત્યાં જ છે???

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, October 7, 2009

જીંદગીમાં ભૂલો ઘણી કરી છે

જીંદગીમાં ભૂલો ઘણી કરી છે
અમે અમારી મૂર્ખાઈ જાહેર કરી છે,

માન્યું કે વાત ન માની જમાનાની
અમે અમારી જીંદગી મિત્રોને ધરી છે,

ને મશહુર છીએ વર્તુળ આખામાં
સુરખીઓમાં વાતો અમારી ઉડી છે,

ખબર છે વાત અમારી કોઈ નથી માનવાનું
અમે જમાનાઓની ભૂલો ફરી કરી છે,

અને લો જાહેરાત કરીએ છીએ ખુદની
'રાહે' એ મુર્ખશિરોમણીની પદવી લીધી છે.

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, October 3, 2009

જમીનથી થોડો અધ્ધર છું

જમીનથી થોડો અધ્ધર છું;
તારા સાથમાં હું સધ્ધર છું,

લે ચાલ બેસી રહીએ રાતે;
હું વાતોનો સમંદર છું,

અચાનક ચુપ થઈ આમ શું જુએ;
કે તારૂં જ તો હું પ્રતિબિંબ છું,

પહેલા હતો હું, હવે હું નથી;
'હું' અને 'તું' બે અક્ષરનો અર્થ છું,

આવે છે ફેરફાર તારા થકી જીવનમાં;
હું 'રાહે' નો બદલાતો શેર છું.

કવિઃ "રાહે" (રાજેશ મહેતા)
એડીટરઃ અજય એમ. પટેલ