Saturday, December 26, 2020

बचपन का वो दौर

सच में, बचपन की वो दुनिया बहोत ही हसीन थी,
छोटी छोटी बातों में बड़ी बड़ी ख़ुशी मिलती थी,
वो खिलोन से खेलना और चॉकलेट बाँट के खाना,
कभी रूठना, फिर मनाना, फिर साथ में खेलना,
जिंदगी का वो दौर न जाने कब गुज़र गया,
दिल की मासूमियत अपने ही साथ ले गया,
याद आज हम करते है उन लम्हों को,
जब कभी हम दिल खोल के हसते थे,
लाखों कमाने के बाद भी हम आज उदास  है,
बचपन के वो दोस्तों के बिना महफ़िल में भी तन्हा है।


आशिष महेता 



Creative Commons License



बचपन का वो दौर by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, December 19, 2020

મારી કેસ ડાયરી : દાસ બાપુ

પ્રિય વાંચકમિત્રો,



વર્કિંગ ડેની સાંજ હતી અને ચિંતન એના મિત્રાધિકારે એડવોકેટ અજયભાઈની ઓફિસમાં દાખલ થયો. રીસેપ્શન એરિયામાં ઘણા વ્યક્તિ બેઠા હતા અને ઓફિસની બહારની શુ રેક પૂરેપૂરી ભરાઈ ગયેલી હતી એ એની નજર બહાર ન હતું. રીસેપ્શન પર પંક્તિને હાય કર્યા બાદ ઈશારાથી પૂછ્યું, “આટલી ભીડ કેમ છે આજે?” 

પંક્તિએ એનું ચીરપરિચિત સ્માઈલ આપ્યું અને ચિંતનને જવાબ આપવાના બદલે ઇન્ટરકોમ પર અજયભાઈને ચિંતનના આગમનની જાણ કરી અને “ઓકે, સર” કહી ફોન કટ કરી ચિંતનને અંદર જવા જણાવ્યું.

ફૂલ હાઈટનો ગ્લાસ ડોર ખોલીને, "આવું સાહેબ?” કહી ચિંતન અંદર દાખલ થયો. પણ, આજે અંદરની ચેમ્બરનું દ્રશ્ય અલગ જ હતું. અજયભાઈની ચેરમાં આજે એક ભગવા વસ્ત્રધારી પ્રભાવી મહાત્મા બેઠા હતા. ચહેરા પરથી આશરે ૬૫ વર્ષની ઉંમર જણાઈ આવતી હતી. સફેદ દાઢી અને જટા, કપાળમાં નારયણ તિલક કરેલું હતું. સપ્રમાણ બાંધો. ગળામાં તુલસીની માળા સાથે રુદ્રાક્ષની માળા હતી. ચહેરા પર સ્મિત રમતું હતું. એમની સામે ની ખુરશીઓમાં અજયભાઈ અને અભિજાત બેઠા હતા. "આવ, ચિંતન" કહી અજયભાઈએ ચિંતનને બાજુની ખુરશીમાં બેસવા કહ્યું અને સામે બેઠેલ મહાત્માને જણાવ્યું, “બાપુ, આ ચિંતન અમારો મિત્ર.” ચિંતને પણ બે હાથ જોડી પ્રણામ કર્યા અને અજયભાઇની બાજુમાં બેઠો. મહાત્માએ એમના એક સેવકને બૂમ મારી બોલાવ્યો અને પૂછ્યું, “અલા પ્રાગજીભાઈ, નાસ્તાને કેટલી વાર છે અને જુઓ આ અજયભાઈના મિત્ર છે એમની પણ ગણતરી કરી લો.” “બાપુ, નાસ્તો બસ બે-પાંચ મીનીટમાં જ આવે છે. ડ્રાઈવર ગાડી પાર્ક કરીને ઉપર આવે એટલી જ વાર. પછી સામે મોટા રૂમ (અજયભાઈની ઓફિસનો કોન્ફરન્સ રૂમ) માં ગોઠવણી કરીએ.” પ્રાગજીભાઈ નામના એ સેવકે પ્રત્યુત્તર આપ્યો. “સારું, થોડી ઝડપ કરજો હો, પાછું આશ્રમે જવાનું છે.” બાપુએ ટકોર કરી. “હા, બાપુ” કહી એ સેવક ચેમ્બરની બહાર ગયા. થોડીવારમાં આવીને બાપુને કહ્યું, “બાપુ, પધારો ડીશો ગોઠવાઈ ગઈ છે.” “ચાલો, વકીલ સાહેબ.” કહી બાપુ ઉભા થયા અને અજયભાઈનો હાથ પકડી સાથે લઇ ગયા અને એમની પાછળ પાછળ અભિજાત અને ચિંતન પણ બાપુના કહેવાથી ઉભા થયા.

કોન્ફરન્સ રૂમમાં તો જાણે અન્નકૂટ ભરાયો હતો. નાસ્તાની અલગ-અલગ ડીશોમાં ગાંઠિયા, ફાફડા, જલેબી, ગોટા, દાળવડા, ખમણ, સેવખમણી, ગુલાબજાંબુ, અલગ અલગ ચટણીઓ ગોઠવાયેલ હતા. બાપુએ એક ખુરશીમાં સ્થાન લીધું અને પ્રાગજીભાઈને કીધું, “બહાર પેલા બહેન (પંકિત)ને એક ડીશ અલગ આપી દો અને બીજા સેવકોને બોલાવી લો.”

સેવકે અક્ષર: સૂચનાનું પાલન કર્યું. થોડી વારમાં ચા-નાસ્તો પૂર્ણ થયો અને બાપુએ અજયભાઈ પાસેથી વિદાય લીધી. જતા જતા પ્રાગજીભાઈએ એક બંધ કવર અજયભાઈના હાથમાં મુક્યું અને અજયભાઈએ આદરપૂર્વક બાપુને પ્રણામ કર્યાં. બાપુ અને એમના સેવકગણ વિદાય થયા બાદ ઓફિસમાં માત્ર સ્ટાફના વ્યક્તિઓ અને ચિંતન જ રહ્યા. ચિંતનના ચહેરા પર એક પ્રશ્ન હતો, જે અજયભાઈએ ક્યારનોય વાંચી લીધેલ, જે હતો “આ બાપુ કોણ?”

“આમનું સાચું નામ તો મને ખબર નથી, પણ લોકો એમને "દાસ બાપુ" તરીકે ઓળખે છે. ભજનાનંદી મહાત્મા છે અને વિરમગામથી આગળ એમનો આશ્રમ છે. સ્વભાવના એકદમ સરળ, નિખાલસ. એમના આશ્રમની ગૌશાળા માટે આજથી પાંચેક વર્ષ પહેલા એમણે જમીન ખરીદી હતી અને એના ટાઈટલ, દસ્તાવેજ, વગેરેની કામગીરી આપણને સોંપેલ. એમને આપણો સંપર્ક કોના દ્વારા થયો એ તો હજુ સુંધી એમણે મને પણ નથી કીધું. મને ખાલી એટલું જણાવેલ કે, “લાલજી (ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ) મહારાજનો આદેશ છે અને આ કામગીરી તમારે કરવાની છે. આપણે લાંબા સમય સુધી આ કામ ચાલવાનું છે.” એ સમયે તો મને એમની વાતમાં એવું કંઈ ખાસ લાગેલ નહીં અને મેં પણ સામાન્ય કરતા વધારે ફી કહી દીધી જે એમણે મને તરત જ ચૂકવી આપી હતી. એ સમયે આપણે એમની જમીનના ટાઈટલ અને દસ્તાવેજનું કામ કરી આપેલ અને રેવન્યુ રેકર્ડે આશ્રમનું નામ પણ દાખલ કરાવી આપેલ. એ વખતે મને એમ લાગ્યું હતું કે કામ પતી ગયું છે. પણ, ના એવું ન હતું. એ જમીન અંગે ગામના એક વિઘ્ન સંતોષીએ રેવન્યુ તકરાર દાખલ કરી અને કોર્ટમાં દાવો દાખલ થયો. બાપુએ મને એ સમયે ફરી કીધું, “મેં કીધું હતું ને, આપણે લાંબા સમય સુધી આ કામ ચાલવાનું છે.” ત્યારે મને એમની ગૂઢ શક્તિનો પરિચય થયો. પછી આપણે એ દાવો અને રેવન્યુ તકરાર લડ્યા. સમય પસાર થતો ગયો એમ એમ બાપુના સ્નેહનો પરિચય થતો ગયો. ગયા વર્ષે બાપુના ત્યાં ભંડારો હતો. હું અને અભિજાત બંને ગયા હતા. ત્યારે બાપુએ કીધું કે, "બસ, પ્રભુ-કૃપાથી સમય થવા આવ્યો છે. આવતા ભંડારા પહેલાં આ કામ પતી ગયું હશે.” થયું પણ એવું જ. જેણે દાવો દાખલ કર્યો હતો એણે સામેથી જ છ મહિના પહેલાં એક પણ પૈસો લીધા વગર સમાધાન કર્યું. કોર્ટ કાર્યવાહી તો પતી ગઈ. એ પછી બાપુએ એક વખત સામેથી કીધું હતું કે, “મારે તમારી ઓફીસ આવવાનું થશે.” આજે સાંજે ઓચિંતો જ પ્રાગજીભાઈનો ફોન આવ્યો કે, “બાપુ આજે તમારી ઓફીસ આવે છે.” તું માનીશ, કોઈ કારણ હશે કે આજે સાંજે કોઈ જ મીટીંગ ન હતી. બાપુ આવ્યા અને આ નાસ્તા પાણીનો ખર્ચો પણ એમનો જ. એમના આશ્રમ પર હું બે કે ત્રણ વખત ગયો છું. બહુ શાંતિદાયક જગ્યા છે. મનને અનહદ આનંદ આપનાર. આપણે પણ એક વખત જઈશું, જો તને વાંધો ન હોય તો.” કહી અજયભાઈએ વાત પૂર્ણ કરી.

“જરૂર જઈશું, સાહેબ. તમારી જોડે જવામાં મજા જ આવે. પણ પેલું કવર આપ્યું એ શેના માટે?” ચિંતને પૂછ્યું.
“અરે, હા એ તો ધ્યાન બહાર જ ગયું. બાપુએ ફી તો આપી જ દીધી છે.” એટલું કહી અજયભાઈએ ખીસામાંથી કવર કાઢીને ખોલ્યું. એમાં પૈસા હતા, રોકડા રૂપિયા ૧૦,૦૦૦-૦૦. સાથે તુલસીની માળા અને એક ચિઠ્ઠી, “આને લાલજી મહારાજની પ્રસાદી ગણી રાખી લેશો. પ્રભુ કલ્યાણ કરે.”  

"લો બોલો, આપણે સાધુઓને માત્ર માંગતા જ જોયા છે અને આ બાપુ જુઓ, વગર માંગે આપે છે." કહી અજયભાઈએ તુલસીની માળા એમની ચેમ્બરમાં રહેલ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિના ગાળામાં પહેરાવી દીધી અને પૈસા ઓફિસના ખાતામાં જમા કરાવવા સારૂ પંક્તિને આપ્યા.



આશિષ એ. મહેતા



********************************************************************************************
********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : દાસ બાપુ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, December 12, 2020

आखरी मुलाकात

दर्द इस बात का हमें ज़रूर है की वो हमसे रूठ कर चले गए,
लेकिन इससे ज्यादा दर्द इस बात का है की रुठनेकी वज़ह बताये बिना चले गए 

हम आज भी उनसे की हुई आखरी मुलाकात याद करते है,
जो कहा था, जो सुना था, लफ्ज़-ब-लफ्ज़ आज भी वो दोहराते है

हम ढूंढते है कंहा हमसे क्या गलती हुई,
क्या अनसुना कर दिया, कंहा ज्यादा कह गए

दिलमें उम्मीद लिए हम रोज़ उस चौराहे पर जाते है,
उनसे की हुई वो मुलाकात वंहा आज भी महसूस करते है

लाख कौशिश के बाद भी हम ढूंढ नहीं पाते हमारी गलती को,
तकदीर में इतना ही साथ लिखा होगा ये मान कर दिल बहलाते है

सोचते है उनकी भी कुछ अपनी मजबूरी होगी जो वो हमसे जुदा हो गए,
वरना ये उनकी फितरत नहीं की जो बेवज़ह वो हमसे रूठ कर चले गए।


आशिष महेता



Creative Commons License




Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, December 5, 2020

મારી કેસ ડાયરી : પ્રબુદ્ધ જોરાવર

પ્રિય વાંચકમિત્રો,



રાબેતા મુજબની જ એક બોઝિલ સાંજ હતી અને એડવોકેટ અજય પટેલની ઓફિસમાં એ જ રૂટીન ઓફીસ વર્ક ચાલુ હતું. આજના કેસની ફાઈલો ગોઠવવી, આવતીકાલના બોર્ડની ફાઈલો તૈયાર કરવી, આજે જેમના કેસ હતા એ કલ્યાનટ્સને ફોન દ્વારા આગામી તારીખની જાણ કરવી, જેમની ફી બાકી હોય એવા કલ્યાનટ્સને ફીનું યાદ કરાવવું, વગેરે જેવી રોજીંદી કામગીરી ચાલી રહેલ હતી. અભિજાતના માર્ગદર્શન હેઠળ ઓફીસ સ્ટાફ આ કામગીરી કરી રહેલ હતો. કોઈ ખાસ વિઝીટર ન હતા. એ સમયે, ચિંતને એના વિશેષાધિકાર મુજબ ઓફિસમાં પ્રવેશ કર્યો. પંક્તિએ એની પેટન્ટ સમું સ્માઈલ આપી ચિંતનનું સ્વાગત કર્યું અને સીધા જ ચેમ્બરમાં જવા જણાવ્યું.

“અંદર આવી શકું, સાહેબ?” હંમેશની જેમ ઉત્સાહિત સ્વરે ચિંતને ગ્લાસ ડોર ખોલી સસ્મિત પરવાનગી માંગી.

“અરે ચિંતન, આવ આવ, બેસ.” અજયભાઈએ કીધું.

રામજી પણ ચિંતનની પાછળ જ પાણીનો ગ્લાસ લઈને દાખલ થયો અને કોફીનું પૂછ્યું અને અજયભાઈએ ૩ આંગળીથી ઈશારો કર્યો અને રામજી બહાર નીકળી ગયો. એ જ સમયે ઇન્ટરકોમ રણક્યો અને અજયભાઈએ ફોન ઉપાડ્યો. સામે પંક્તિએ કહ્યું, “સર, પી.જે. સાહેબની ઓફિસેથી આપને મળવા આવ્યા છે.”

“મોકલ એમને.” કહી અજયભાઈએ ફોનનું રીસીવર ક્રેડલ પર મુક્યું.

“આવું સાહેબ” એવું કહી એક આધેડ વયનો માણસ ચેમ્બરમાં દાખલ થયો.

“મારૂં નામ યાસીન મેમણ છે. મને તમારા સીનીયર પી.જે. સાહેબે તમારી પાસે મોકલ્યો છે. આ ફાઈલ અને ચિઠ્ઠી આપી છે અને ૪૦૦૦ રૂપિયા આપવાનું કીધું છે. તમારે દાવો તૈયાર કરી, દાખલ કરી સ્ટે લેવાનો છે.”

કોફી આવી જતાં અજયભાઈએ એક કોફી અને પાણી લાવવાની રામજીને સુચના કરી અને આવેલ આગંતુકને પૂછ્યું, “બીજું શું કહ્યું છે સાહેબે?”

“સાહબ, પી.જે. સાહબ કે સાથ હમારા ઘર જૈસા રીસ્તા હૈ. મેરે અબ્બા કો વો મામા બોલતે હૈ. અબ વો તો હાઈકોરટ સે નીચે કા કેસ લેતે જ નહીં, ઈસકે લીયે મુઝે આપકે પાસ ભેજા ઔર મુઝે ઇતના ખર્ચા કરના પડા, વરના વો તો હમસે ફી ભી નહીં લેવે.” અશુદ્ધ હિન્દીમાં થોડા ગુમાનભેર આગંતુકે વાત વધારી.

પાણી અને કોફી આવી જતાં એને ન્યાય આપી એણે કહ્યું, “અચ્છા સાહબ, મેં ચાલતા હું.” કહી એ વિદાય થયો.

એના ગયા પછી તરત જ અભિજાત થોડી નારાજગી સાથે બોલ્યો, “તને મેં ના પાડી છે કે પી.જે.નું કામ નહીં લેવાનું. એ પૂરી ફી તો જવાદે પણ ખર્ચા જેટલી રકમ પણ નથી આપતો અને એ કઈ રીતે આપણને એના જુનિયર ગણાવે છે.”

“શાંત થા.” અભિજાતને શાંત પડતાં અજયભાઈએ કીધું. પણ અભિજાત ચેમ્બરમાંથી મીટીંગ રૂમમાં જતો રહ્યો અને આ બધી જ ઘટના ચિંતન જોઈ રહ્યો હતો. આટલા વર્ષોમાં પહેલી વખત આજે અજયભાઈની ઓફિસમાં આવો સીન ભજવાયો હતો. એના ચહેરા પરની વિસ્મયતા જોઈ અજયભાઈએ એને કહ્યું, “આ પી.જે.ની વાત જાણવી છે? રસપ્રદ વાત છે.”

“જણાવો સાહેબ, જે વ્યક્તિ વિષે તમારા બંને સાહેબોના વચ્ચે મતભેદ છે એ કંઈક ખાસ જ હશે.”

“પી.જે.નું પુરૂં નામ છે પ્રબુદ્ધ જોરાવર. આમ તો એ અભિજાતના કુટુંબના કોઈ સગાના ભાણેજ જમાઈ થાય. વ્યક્તિ જયારે પોતાનું વ્યક્તિવ વિકસાવે ત્યારે એ આદરપાત્ર બને છે. પણ પી.જે.નો અહમ એના કદ કરતા વધારે. એ કાયમ એવું જ દર્શાવે કે સામેવાળા કરતાં એ કોઈક રીતે નહીં પણ બધી રીતે ચડિયાતો-શ્રેષ્ઠ છે. અભિજાતે વકીલાત શરૂ કરી અને અમે બંને જોડે કામ કરતા થયા એ પહેલાં પી.જે.એ અભિને થોડો સમય પોતાની જોડે રાખ્યો હતો. ક્લાયન્ટને બાટલીમાં કેમનો ઉતારાય એ પી.જે. જોડેથી શિખવા જેવું છે. એક ફાઈલમાંથી ત્રણ થી ચાર ફાઈલ બનાવી લે અને દરેકને એમ જ કહે કે, આટલા અંગત સંબંધમાં તમારી પાસેથી મારાથી ફી થોડી લેવાય? પણ કોર્ટના ખર્ચા જેટલા જ લઈશ. એમ જણાવી દરેક મહીને લગભગ દરેક ક્લાયન્ટ પાસેથી ઓછામાં ઓછા હજાર રૂપિયા લઇ લે. આમ કરતાં કરતાં એની પાસે મહીને ચાલીસ-પચાસ હજાર પણ થઇ જાય. પણ અભિને કે એના કોઈ જ જુનિયરને મહીને ૨૦૦૦ થી વધારે ના આપે. કોર્ટમાં પણ દિવાળી વહેંચવાની આવે એ સમયે જ એના કુટુંબમાં શોક આવે. હોય કંઈ નહીં, બસ રૂપિયા હાથથી છૂટે નહીં. આમને આમ આશરે પાંચેક વર્ષ નીચેની કોર્ટમાં પ્રેક્ટીસ કરી હશે અને પછી એને હાઈકોર્ટના કોઈ ઉંમરલાયક વકીલનો ભેટો થઇ ગયો અને આ પી.જે.એ એમને પણ બાટલીમાં ઉતારી દીધા અને એવા ઉતર્યા કે પેલા સાહેબ બહાર જ ના આવી શક્યા. પી.જે. રોજ એમને ઘરે લેવા અને મુકવા જાય, એમનું બોર્ડ ગોઠવે અને બીજું કામ કરે. એનો સીધો ફાયદો પી.જે.ને એવો મળ્યો કે બે જ વર્ષમાં પેલા સીનીયર સાહેબે નિવૃત્તિ લઇ લીધી અને બધી જ ફાઈલો પી.જે.ને મળી ગઈ. બસ, ત્યાંથી એની આવકની ગંગોત્રી ખુલી ગઈ. હવે એ નીચેની કોર્ટની મેટર નથી લેતા અને આવી કોઈક મેટર આવી જાય તો એ મને કે બીજા કોઈ વકીલને સોંપી દે છે. અભિજાતની નારાજગી સાચી છે. હિસાબ કરીએ તો અભિજાતે ફી પેટે પી.જે. પાસેથી લગભગ બે લાખ રૂપિયા લેવાના નીકળે. પણ, પૈસા આપે તો એમને પી.જે. ના કહેવાય.”

“તો સાહેબ આ ફાઈલનું શું કરશો?”

“કંઈ નહીં. કાલે રામજી જોડે ફાઈલ, ચિઠ્ઠી અને પૈસા પી.જે.ની ઓફીસે મોકલાવી દઈશ અને કહી દઈશ કે સાહેબ મારાથી આ કેસમાં ધ્યાન આપી શકાય એમ નથી, તમે તમારા બીજા કોઈ જુનિયરને આ ફાઈલ આપી દો.” અજયભાઈએ જણાવ્યું.

“સાહેબ, ફાઈલ પરત જ કરવાની હતી તો હાથમાં કેમ લીધી?” કુતુહલતાવશ ચિંતને પૂછ્યું.

હસીને અજયભાઈએ જવાબ આપ્યો, “કલ્યાન્ટની સામે કોઈ વકીલનું નીચું ના પડવા દેવાય. આપણા વ્યવહારથી કોઈની પ્રતિષ્ઠા ખરાબ ના થવી જોઈએ.”

“આ વાત શિખવા જેવી છે તમારી પાસેથી.” ચિંતને જવાબ આપ્યો.

“લે જો કોઈ કામ ના હોય તો જોડે જ નીકળીએ બધા” કહી અજયભાઈએ ઇન્ટરકોમ પર વાત કરી દરેકની કામગીરી વિષે પૂછ્યું અને ઉભા થતાં કહ્યું, “ચાલ નીકળીએ." અને અભિજાતને પણ નીકળવા માટે કહ્યું.


આશિષ એ. મહેતા



********************************************************************************************
********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : પ્રબુદ્ધ જોરાવર by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/