Thursday, October 21, 2010

Gujarati Sher-Shayri - Post 5


ગુજરાતી શેર-શાયરી (પોસ્ટ - ૫)

  • મિલાવી જામમાં અમે તો જીંદગી પી ગયા,
    મદિરા તો શું કોઈની કમી પી ગયા,
    રડાવી જાય છે અમને બીજાના દર્દ,
    બાકી અમારા દર્દ તો અમે હસીને પી ગયા.



  • કોઈનો પ્રેમ ઓછો નથી હોતો,
    ફક્ત આપણી અપેક્ષાઓ વધારે હોય છે,
    દરિયા ને ભલે લાગતું હોય કે તેની પાસે પાણી અપાર છે,
    પણ એને ક્યાં ખબર છે કે નદીનું દેવું ઉધાર છે.



     
  • કોણ કહે છે પ્રભુના દરબારમાં અંધેર છે,
    હસતા ચહેરા જુઓ ઘેર-ઘેર છે,
    સુખ-દુખ તો ઈશ્વરની છે પ્રસાદી મિત્રો,
    બસ બાકી તો માનવીની સમજ-સમજમાં ફેર છે.




  • નિખાલસ મનનો નિખાર અલગ હોય છે,
    દોસ્તી અને દુનિયાનો વહેવાર અલગ હોય છે,
    આંખો તો હોય સહુની સરખી,
    બસ જોવાનો અંદાજ અલગ હોય છે.




  • જાણે છે છતાં અનજાન બને છે,
    આવી રીતે શું કામ મને હેરાન કરે છે,
    મને પૂછે છે કે તને શું ગમે છે,
    કેવી રીતે કહું એને કે જવાબ ખુદ સવાલ પૂછે છે.




  • થોડી ગેરસમજથી સારું જીવાય છે,
    ખુલાસા કરવાથી દુખી થવાય છે,
    જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી,
    બાકી તો ત્રણ એક્કા માં પણ હારી જવાય છે.




  • ના કરો અનુમાન મને કોણ ગમે છે,
    હોઠો પર મારા કોનું નામ રમે છે,
    એ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી,
    બાકી આથમતી સંધ્યાએ સુરજ પણ મારી સામે નમે છે.




  • અનેક તરંગ હોવા છતાં દરિયો એક છે,
    અનેક રંગ હોવા છતાં મેઘધનુષ એક છે,
    પરંતુ માણસો કેમ નથી સમજતા,
    કે અનેક ધર્મ હોવા છતાં ઈશ્વર તો એક જ છે.




  • કોઈ કરતુ હોય પ્રેમ તમને તો સ્વીકારી લેજો,
    તૂટે નહિ કોઈનું દિલ તેની કાળજી લેજો,
    પ્રેમ કરવાવાળા તો બહુ મળશે,
    પણ સાચા પ્રેમને પારખી લેજો.




  • એમની આંખમાં ઈશારા ઘણા હતા,
    પ્રેમમાં આમ તો સારા ઘણા હતા,
    મારે તો એમની આંખના દરિયામાં ડૂબવું હતું,
    બાકી ઉભા જ રહેવું હોત તો કિનારા ઘણા હતા.





TEXT IN ENGLISH


  • Milavi jam ma ame to zindagi pee gaya,
    Madira to shu koi ni kami pan pee gaya,
    Radavi jay chhe amne bija na dard,
    Baki amara dard to ame hasine pee gaya.


  • Koino prem ochho nathi hoto,
    Faqt aapdi apexa vadhare hoy chhe,
    Dariya ne bhale lagtu hoy k teni pase pani apar chhe,
    Pan ene kya khabar chhe k nadi nu devu udhaar chhe.


  • Kon kahe chhe prabhu na darbar ma andher chhe,
    Hasta chahera juo gher gher chhe,
    Sukh-dukh to ishwar ni chhe prasadi mitro,
    Bas baki to manvi ni samaj samaj ma fer chhe.


  • Nikhalas man no nikhar alag hoy chhe,
    dosti ane duniya no vahevar alag hoy chhe,
    Aankho to hoy sahu ni sarkhi,
    Bas jova no andaj alag hoy chhe.


  • Jane chhe chhata anjan bane chhe,
    Aavi rite shu kam mane heran kare chhe,
    Mane puchhe chhe ke tane shu game chhe,
    Kevi rite kahu aene k javab khud saval puchhe chhe.


  • Thodi gersamaj thi saru jivay 6e
    khulasa karvathi dukhi thavay 6e
    jivan ma kyarek bandh baji ramvi sari
    baki to 3 EKKA ma pan HAARI javay.


  • Na karo anuman mane kon game chhe,
    Hotho par mara konu naam rame chhe,
    E tu j chhe dost jeni dosti amne gami,
    Baki aathamti sandhyaye suraj pan mari same name chhe.


  • Anek tarang hova chhata dariyo ek chhe,
    Anek rang hova chhata meghdhanush ek chhe,
    Parantu manas aa kem nathi samajta,
    K anek dharm hova chhata ISHWAR to ek j chhe.


  • Koi kartu hoy prem tamne to swikari lejo,
    Tute nahi koinu dil teni kadaji lejo,
    Prem karvavala to bahu malse,
    Pan sacha prem ne parkhi lejo.


  • Emni aankh ma ishara ghana hata,
    Prem ma aam to shara ghana hata,
    Mare to emni aankh na dariya ma dubvu hatu,
    Baki ubha j rahevu hot to kinara ghana hata.

No comments:

Post a Comment