Saturday, September 17, 2011

Gujarati Sher-Shayri - Post 6

 • લાખો નિરાશાની અમર આશા એટલે "માં"
  લાખો ઈચ્છાની એક અભિલાષા એટલે "માં"
  ઝીન્દગીની રાહ પર કેળવણીની દિશા એટલે "માં"
  ઉપવાસ છે તેવું બહાનું કરી પોતે ભૂખી રહી આપણને જમાડતી એટલે "માં"
  દુનિયાના વ્યવહારોની પરિભાષા એટલે "માં"
  આ SMS વાંચવા તમારું અસ્તિત્વ આ દુનિયામાં છે તેનું એક જ કારણ છે "માં"

  "માં" તુઝે સલામ • મનને મનાવવું સેહલું નથી,
  ગમતી વ્યક્તિને ભૂલવું સેહલું નથી,
  પ્રેમમાં મારનાર તો લાખો છે દુનિયામાં,
  પણ પ્રેમમાં થયેલી હાર સ્વીકારીને જીવવું સેહલું નથી. • કલ્પના ના હતી કે મિત્રતા થશે,
  દિલ ભીંજાય એનું નામ દોસ્તી હશે,
  હવે સ્વર્ગની ગલીઓના સપના શા માટે જોવું?
  જ્યાં તમારા જેવા મિત્રો હશે ત્યાં જ મારી જન્નત હશે. • ગુમાવવાનું જીવનમાં ઘણું હોય છે,
  પણ પામવાનું માપસરનું હોય છે,
  ખોવાયું છે તેનો અફસોસ કદી ના કરતા,
  જે ના ખોવાય એ જ આપણું પોતાનું હોય છે. • જીંદગીમાં હસી લો ને હસાવી લ્યો,
  યાદ કરી અમને બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો,
  શું ખબર કાલ મળ્યા કે ના મળ્યા,
  આજના પલને તો પ્રેમથી વધાવી લ્યો. • સગા-વહાલા શબ્દ આમ તો સાથે બોલાય છે,
  પણ દુનિયામાં અવાર-નવાર એવું નજરે પડે છે કે,
  જે સગા હોય એ વહાલા નથી હોતા ને,
  જે વહાલા હોય એ સગા નથી હોતા. • દુર જઈશું તો દિલમાં વાત મુકતા જઈશું,
  જીવનભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,
  ભલે પ્રત્યક્ષ ના મળીયે રોજેરોજ,
  પણ હંમેશા કરશો યાદ એવી મુલાકાત મુકતા જઈશું. • કોઈના ખાસ બની શકાય એવી કિસ્મત જોઈએ,
  જીવનભર એમનો પ્રેમ મળે એવી તકદીર જોઈએ,
  બાકી પ્રેમ તો દુનિયા આખી કરે છે,
  એ પ્રેમ છૂટે નહિ એવી હાથમાં લકીર જોઈએ. • નઝરથી નઝર મળવામાં એક સેકન્ડ લાગે છે,
  એક મીનીટમાં કોઈ ગમવા લાગે છે,
  એક કલાકમાં કોઈના થી પ્રેમ થઇ જાય છે,
  તો પછી એને ભૂલવામાં આખી જીંદગી કેમ વીતી જાય છે. • સપનું નહિ પણ તમારો વિચાર આપજો,
  મારામાં એક થઇ શકે એવું દિલ આપજો,
  હું એક નહિ પણ અનેક જનમ જીવી લઈશ,
  જીંદગીમાં એક વાર તમારો વિશ્વાસ આપજો.
TEXT OF THE ABOVE POST IN ENGLISH
 • Lakho nirasha ni amar asha etle "MAA"
  Lakho ichha ni ek abhilasha etle "MAA"
  Zindagi ni raah par kelvani ni disha etle "MAA"
  Upwas chhe tevu bahanu kari pote bhukhi rahi aapan'ne jamadti etle "MAA"
  Duniya na vyavharo ni paribhasha etle "MAA"
  Aa SMS vanchva tamaru astitva aa duniya ma chhe tenu ek j karan chhe "MAA"

  "MAA" tujhe salam. • Man ne manavu sehlu nathi,
  Gamti vyakti ne bhulavu sehlu nathi,
  Prem ma marnar to lakho chhe duniya ma,
  Pan prem ma thayeli har swikari ne jivavu sehlu nathi. • Kalpana na hati k mitrata thase,
  Dil bhinjay enu naam dosti hase,
  Have swargni galiona sapna sha mate jovu?
  Jya tamara jeva mitro hase tya j mari jannat hase. • Gumavavanu jivan ma ghanu hoy chhe,
  Pan pamva nu maapsar nu hoy chhe,
  Khovayu chhe teno afsos kadi na karta,
  Je na khovay ej aapdu potanu hoy chhe. • Jindagi ma hasi lo ne hasavi lyo,
  Yaad kari amne be ghadi sneh ma vitavi lyo,
  Shu khabar kal malya ke na malya,
  Aaj na pal ne to prem thi vadhavi lyo. • Saga-vahala shabd aam to sathe bolay chhe,
  Pan duniya ma avar navar evu najar pade chhe k,
  Je saga hoy e vahala nathi hota ne,
  Je vahala hoy e saga nathi hota. • Dur jaishu to dil ma vaat mukta jaishu,
  Jivan bhar na bhulay evi yaad mukta jaishu,
  Bhale pratyax na maliye roj,
  Pan hamesha karso yaad evi mulakat mukta jaishu. • Koina khas bani shakay evi kismat joiye,
  Jivanbhar emno prem male evi takdir joiye,
  Baki prem to duniya aakhi kare chhe,
  E prem chhute nahi evi hathma lakir joiye. • Nazar thi nazar malva ma 1 sec lage chhe,
  1 minute ma koi gamva lage chhe,
  1 kalak ma koina thi prem thai jay chhe,
  to pachhi ene bhulvama aakhi jindagi kem viti jay chhe. • Sapnu nahi pan tamaro vichar aapjo,
  Mara ma ek thai shake evu dil aapjo,
  Hu ek nahi pan anek janam jivi laish,
  Jindagi ma ek var tamaro vishwas aapjo.

No comments:

Post a Comment