Saturday, September 24, 2011

Gujarati Sher-Shayri - Post 7

  • પ્રેમની વેદના કોઈ લખી શું જાણે,
    પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે,
    પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત,
    સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે.



  • સ્નેહનો સાગર આંખોમાંથી છલકાય છે,
    હૈયું હેતના હરખથી હરખાય છે,
    જાણે શું વાત છે પ્રેમમાં એવી કે,
    દિલમાં હોય દર્દ તો પણ હોઠ ખુશીથી મલકાય છે.



  • દુઆ મારી આસમાનમાં ખુદા સુધી જશે,
    વફા મારી મારા દિલની સદા સુધી જશે,
    હું એજ તું એજ મોસમ પણ એજ છે છતાં,
    વિચાર્યું ન હતું કે ફાસલો વધી જશે.



  • પ્રેમનો નશો ઓછો નથી હોતો,
    બધાના નસીબમાં પ્રેમ નથી હોતો,
    પ્રેમનું ઔષધ તો ઠીક છે,
    બાકી પ્રિયતમના સ્પર્શ જેવો કોઈ મલમ નથી હોતો.



  • સંબંધોના દરિયામાં મોતી બનાવીને રાખજો,
    હીરા જડેલ હારની દોરીમાં અમને રાખજો,
    મેં ક્યાં કહ્યું મારા થઈને રહો,
    પણ નાનકડા હૈયાના એક ખૂણામાં અમને રાખજો.



  • તમારા પ્યારનો અમને આશરો મળ્યો,
    મજધાર ઉપર જાણે કિનારો મળ્યો,
    હવે તો સ્વર્ગની પણ તમન્ના નથી,
    જયારે તમારા હૃદયમાં ઉતારો મળ્યો.



  • અચાનક કોણ જાણે કોની યાદ આવી ગઈ,
    દિવસ હોવા છતાં આંખોમાં રાત આવી ગઈ,
    કેવો મળી ગયો એમનો સાથ કે,
    ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઈ.



  • જીંદગી આમ તો તમારી છે,
    એમાં થોડી સ્મૃતિઓ અમારી પણ છે,
    રેખાઓ ભલે રહી તમારા હાથમાં,
    પણ તેમાં ધ્યાનથી જુઓ મિત્રતાની એક રેખા તો અમારી છે.



  • મારા દિલને આવ્યો એક વિચાર,
    કે કદી નઈ કરું હવે તેનો વિચાર,
    પણ ફરી ફરીને આવ્યો એ જ વિચાર,
    કે તેના સિવાય કરું તો કરું કોનો વિચાર.



  • સરળતાથી કંઈ ના મળે તો દુખી ના થશો,
    મળે જો બધું સરળતાથી તો પ્રયત્ન શું કરશો,
    સપના બધા હકીકત ના થવા જોઈએ,
    થશે બધું હકીકત તો સપના શું જોશો.




 TEXT OF THE ABOVE POST IN ENGLISH

  • Prem ni vedna koi lakhi shu jane,
    Prem ni bhasha koi boli shu jane,
    Prem to evi aghari kala chhe dost,
    Swikarta je achkay te kari shu jane.



  • Sneh no sagar aankho mathi chhalkay chhe,
    Haiyu het na harakh thi harkhay chhe,
    Jane su vaat chhe prem ma evi k,
    dil ma hoy dard to pan hoth khushi thi malkay chhe.



  • Dua mari aasman ma khuda sudhi jase,
    Wafa mari mara dil ni sada sudhi jase,
    Hu ej tu ej mosam ej chhe,
    Vicharyu n hatu k faaslo vadhi jase.



  • Prem no nasho ochho nathi hoto,
    Badha na nasib ma prem nathi hoto,
    Prem nu aushadh to thik chhe,
    Baki priyatam na sparsh jevo koi malam nathi hoto.



  • Sambandho na dariya ma moti banavi ne rakhjo,
    Hira jadel har ni dori ma amne rakhjo,
    Me kya kahyu mara thaine raho,
    Pan nanakda haiya na 1 khuna ma amne rakhjo.



  • Tamara pyaar no amne aashro malyo,
    Majdhaar upar jane kinaro malyo,
    Have to swarg ni pan tamanna nathi,
    Jyare tamara hraday ma utaro malyo.



  • Achanak kon jane koni yaad avi gai,
    Divas hova chhata aankhoma rat aavi gai,
    Kevo mali gayo emno sath k,
    Fari thi jivvani jivma takat aavi gai.



  • Jindagi aam to tamari chhe,
    Ema thodi smrutio amari pan chhe,
    Rekhao bhale rahi tamara hath ma,
    Pan tema dhyan thi juo mitrata ni 1 rekha to amari chhe.



  • Mara dil ne aavyo ek vichar,
    K kadi nai karu have teno vichar,
    Pan fari fari ne aavyo e j vichar,
    k tena shivay karu to karu kono vichar.



  • Saralta thi kai na male to dukhi na thaso,
    Male jo badhu saralta thi to prayatna shu karso,
    Sapna badha hakikat na thava joiye,
    Thase badhu hakikat to sapna shu josho.

No comments:

Post a Comment