Saturday, October 1, 2011

Gujarati Sher-Shayri - Post 8

 • ક્યારેક કોઈ એવી રીતે પોતાનું બની જાય છે,
  દિલ હોય દુર છતાં વિચારો આવી જાય છે,
  આમ તો છે દુનિયા સ્વાર્થી,
  બાકી કોઈક જ હોય છે જે દિલમાં ઘર કરી જાય છે. • કોઈ પ્રીત નિભાવી જાય, કોઈ રીત નિભાવી જાય,
  કોઈ સાથ, તો કોઈ સંગાથ નિભાવી જાય,
  કરી દો જીંદગી કુરબાન તેના પર,
  જે દુઃખમાં પણ તમારો સાથ નિભાવી જાય. • કંઈક અલગ તમારી એ રીત મને ગમે છે,
  તમે કરો છો એ તરકીબ મને ગમે છે,
  પ્રેમ તો કેટલાય કરતા હશે એક-બીજાને,
  પણ તમે નિભાવો છે એ પ્રીત મને ગમે છે. • આજે મનમાં એક વિચાર આવ્યો,
  વીતી ગયો દિવસ છતાં તમારો SMS ના આવ્યો,
  થઇ ગયા તમે નારાજ કે પછી સ્નેહીજનોની યાદમાં,
  અમારો વારો જ ના આવ્યો. • જેના માટે હજારો દુઃખ સહેવાય તે પ્રેમ છે,
  જેના વગર એક પળ ના રહેવાય તે પ્રેમ છે,
  હોય ચાહત ઘણી તેને પામવાની,
  પણ સામે આવે ત્યારે કહી ના શકાય તે જ પ્રેમ છે. • મિત્રતા કરવાની કોઈ રીત નથી,
  લાગણીઓ રોકી શકે એવી કોઈ ભીંત નથી,
  સબંધો જો સચવાય સાચા મનથી,
  તો જીવનની કોઈ પણ બાજીમાં હાર-જીત નથી. • વિધિ સાથે વેર ના થાય,
  જીવન આખું ઝેર ના થાય,
  કિસ્મત એક છાપેલો કાગળ છે,
  અને એમાં લખેલું છે એમાં ફેર ના થાય. • ફૂલ બનીને હસવું એ જીંદગી છે,
  હસીને દુઃખ ભૂલવું એ જીંદગી છે,
  જીતીને કોઈ ખુશ થાય તો શું થયું?
  દિલ હારીને ખુશ થવું એ જીંદગી છે. • વિશ્વાસના ભીતરમાં પ્રેમ હોય છે,
  માનો તો આ બધા નસીબના ખેલ હોય છે,
  બાકી લાખો આંખો જોયા પછી પણ,
  કેમ, કોઈ એક નઝર માટે જ મન બેચેન હોય છે. • યાદ અમર છે જિંદગીની સફરમાં,
  અમે તો છુપાવી લીધી છે તસ્વીર જીવનમાં,
  કેમ ઓછી કરી શકીએ તમારી યાદ જીવનમાં,
  યાદગાર છો તમે તો સદા અમારી નઝરમાં.

TEXT OF THE ABOVE POST IN ENGLISH


 • Kyarek koi evi rite potanu bani jay chhe,
  Dil hoy dur chhata vicharo aavi jay chhe,
  Aamto chhe duniya swarthi,
  Baki koik j hoy chhe je dil ma ghar kari jay chhe. • Koi prit nibhavi jay, koi reet nibhavi jay,
  Koi saath, to koi sangath nibhavi jay,
  Kari do jindagi kurban tena par,
  Je dukhma pan tamaro sath nibhavi jay. • Kaik alag tamari e rit mane game chhe,
  Tame karo chho e tarkib mane game chhe,
  Prem to ketlay karta hase ek bija ne,
  Pan tame nibhavo chhe e prit mane game chhe. • Aaje man ma 1 vichar aavyo,
  Viti gayo divas chhata tamaro msg na aavyo,
  Thai gaya tame naraj k pachhi snehijano ni yaad ma,
  Amaro varo j na aavyo. • Jena mate hajaro dukh sehvay te prem chhe,
  Jena vagar ek pal na rehvay te prem chhe,
  Hoy chahat ghani tene pamvani,
  Pan saame aave tyare kahi na shakay te j prem chhe. • Mitrata karvani koi rit nathi,
  Lagnio roki shake evi koi bhit nathi,
  Sabandho jo sachvay sacha man thi,
  To jivan ni koi pan baazi ma haar-jit nathi. • Vidhi sathe ver na thay,
  Jivan aakhu zer na thay,
  Kismat 1 chhapelo kagad chhe,
  Ane ema lakhelu chhe ema fer na thay. • Phool bani ne hasvu e zindagi chhe,
  Hasi ne dukh bhulvu e zindagi chhe,
  Jiti ne koi khush thay to shu thayu?
  Dil hari ne khus thavu e zindagi chhe. • Vishwas na bhitar ma prem hoy chhe,
  Mano to aa badha nasib na khel hoy chhe,
  Baki lakho aankho joya pachhi pan,
  Kem, koi 1 nazar mate j mann bechen hoy chhe. • Yaad amar chhe jindagi ni safar ma,
  Ame to chhupavi lidhi chhe tasvir jivan ma,
  Kem ochhi kari sakiye tamari yaad jivan ma,
  Yaadgar chho tame to sada amari najar ma.

No comments:

Post a Comment