Saturday, October 8, 2011

Gujarati Sher-Shayri - Post 9

 • સ્વપ્નને અશ્રુઓથી ભીંજાતા જોયા છે,
  ગમમાં પણ હોઠોને હસતા જોયા છે,
  અરમાનો તો રોજ ઉભરાઈને ઢોળાઈ જાય છે,
  છતાં પણ ઉમ્મીદોને સહારે લોકોને જીવતા જોયા છે. • હસવું નથી છતાં હસવું પડે છે,
  કોઈ પૂછે કેમ છો તો મઝામાં કહેવું પડે છે,
  જિંદગીનો આ એવો રંગમંચ છે,
  જ્યાં બધાને ફરજીયાત નાટક કરવું પડે છે. • સંઘરેલી યાદો આજે રેત બની વેરાય છે,
  જેટલી શોધું છું એટલી જ ખોવાય છે,
  મનને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ,
  જ્યાં સ્વપ્નો કોડીની કિંમતે વેચાય છે. • યાદ કરું છું તને વાત-વાતમાં,
  રહેવું છે સદા તારા સાથમાં,
  તું મને ના શોધ તારી આસ-પાસમાં,
  હું તને મળી જઈશ તારા જ શ્વાસમાં. • હાથ બે છે ને એક પ્યાલી છે,
  ખુદા એક છે ને હજાર સાવલી છે,
  હજાર ફૂલ છે ને એક માળી છે,
  આવી કિસ્મતને શું કહું,
  તકદીર છે હાથમાં ને હાથ ખાલી છે. • મિત્રતાના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું,
  એમાં જોડણીની ભૂલ કોઈ શોધી નથી શકતું,
  ખુબ સરળ હોય છે વાક્ય રચના,
  પણ પૂર્ણવિરામ કોઈ મૂકી નથી શકતું. • આપી શકે તો તારો પ્યાર માંગું છું,
  સાચા હૃદયથી તારો સહકાર માંગું છું,
  કરીશ નહીં ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
  રોકડો છે હિસાબ, હું ક્યાં ઉધાર માંગું છું. • તેના પ્રેમમાં દિલ મજબુર થઇ ગયું,
  દુઃખ દેવું તેનું દસ્તુર થઇ ગયું,
  તેનો કોઈ વાંક નથી મેં પ્રેમ જ એટલો કર્યો હતો,
  કે તેને આ વાતનું અભિમાન થઇ ગયું. • એ લોકો ખુશ-નસીબ છે જેના સંજોગો એના સ્વભાવને મળતા આવે છે,
  પરંતુ એ લોકો ઉત્તમ છે જે પોતાના સ્વભાવ ને સંજોગો પ્રમાણે ગોઠવી શકે છે.


 • ગઝલની જરૂરત મેહ્ફીલમાં હોય છે,
  પ્રેમની જરૂરત દિલમાં હોય છે,
  મિત્રો વગર અધુરી છે જીંદગી,
  કેમ કે દોસ્તોની જરૂરત તો જિંદગીના અંત સુધી હોય છે.


TEXT OF THE ABOVE POST IN ENGLISH


 • Swapna ne ashuo thi bhinjata joya chhe,
  Gam ma pan hotho ne hasta joya chhe,
  Armano to roj ubharai ne dholai jay chhe,
  Chhata pan ummido ne sahare loko ne jivta joya chhe. • Hasvu nathi chhata hasvu pade chhe,
  Koi puchhe KEM CHHO to MAZAMA kahevu pade chhe,
  Jindagi no aa evo RANGMANCH chhe,
  Jya badha ne farajiyat NATAK karvu pade chhe. • Sanghreli yado aaje ret bani veray 6,
  Jetli sodhu chhu etli j khovay 6,
  Man ne bahu samjavyu k na javay e disha taraf,
  Jya swapno kodi ni kimmate vechay 6. • Yaad karu chhu tane vaat vaat ma,
  Rahevu chhe sada tara saath ma,
  Tu mane na sodh tari aas paas ma,
  Hu tane mali jaish tara j swas ma. • Hath 2 chhe ne 1 piyali chhe,
  Khuda 1 chhe ne hajaar savali chhe,
  Hajaar ful chhe ne 1 mali chhe,
  Aavi kismat ne su kahu,
  Takdir haath ma chhe ne haath kahli chhe. • Mitrata na hastakshar koi ukeli nathi shaktu,
  Ema jodni ni bhul koi sodhi nathi shaktu,
  Khub saral hoy chhe vakya rachna,
  Pan purnaviram koi muki nathi shaktu. • Aapi shake to taro pyar mangu chhu,
  Sacha hraday thi taro sahkar mangu chhu,
  Karish nahi chinta pyar mare pran pan aapish,
  ROKADO chhe hisab, hu kya UDHAR mangu chhu... • Tena prem ma dil majbur thay gayu
  Dukh devu tenu dastur thay gayu
  Teno koi vak nathi me prem j etlo karyo to
  Ke tene a vaat nu abhiman thay gayu • A Loko KHUSH NASEEB 6 Jena SANJOGO ena SWABHAV ne Malta Ave 6
  Parantu A Loko UTTAM 6 J Potana SWABHAV ne SANJOGO Pramane GOTHVI Sake6


 • Gazal ni zarurat mehfil ma hoy 6e,
  Prem ni zarurat dil ma hoy 6e,
  Mitro vagar adhuri 6e zindagi,
  Kem k dosto ni zarurat to jindgi na Ant sudhi hoy 6e.

No comments:

Post a Comment